GallerySports ભારતે ત્રીજી T20 મેચ સાથે સિરીઝ 2-1થી જીતી… February 25, 2018 ભારતીય ક્રિકેટ ટીમે 24 ફેબ્રુઆરી, શનિવારે કેપ ટાઉનમાં રમાઈ ગયેલી ત્રીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7-રનના માર્જિનથી રોમાંચક ક્ષણોમાં પરાજય આપીને ત્રણ-મેચોની સિરીઝ 2-1થી જીતી લીધી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ મળ્યા બાદ ભારતે 20 ઓવરમાં 7 વિકેટે 172 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે માત્ર 165 રન કરી શકી હતી. બેટિંગમાં 43 રન કરનાર અને બોલિંગમાં એક વિકેટ લેનાર સુરેશ રૈનાને પ્લેયર ઓફ ધ મેચ અને ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ સિરીઝ ઘોષિત કરવામાં આવ્યો છે. ગઈ કાલની મેચમાં ભૂવનેશ્વર કુમારે 4 ઓવરમાં 24 રનમાં બે વિકેટ લીધી હતી. મેચની છેલ્લી ઓવરના છેલ્લા બોલે એણે ક્રિસ્ટીઆન જોન્કર (49)ને આઉટ કર્યો હતો. ગઈ કાલની મેચમાં વિરાટ કોહલી પીઠના દુખાવાને કારણે રમી શક્યો નહોતો, એની જગ્યાએ રોહિત શર્માએ ટીમનું સુકાન સંભાળ્યું હતું. કોહલીને મેચ પૂરી થયા બાદ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) સુપરત કરવામાં આવી હતી. 1 of 10 Cape Town: Indian skipper Virat Kohli applauds after his team win the 3rd T20I against South Africa at the Newlands Cricket Ground in Cape Town, South Africa on Feb 24, 2018. (Photo: BCCI/IANS) (Credit Mandatory) રોહિત શર્મા - સિરીઝ વિજેતા ટ્રોફી સાથે સુરેશ રૈના - પ્લેયર ઓફ ધ મેચ ટ્રોફી સાથે ભૂવનેશ્વર કુમાર - પ્લેયર ઓફ ધ સિરીઝ ટ્રોફી સાથે Cape Town: Junior Dala of South Africa during the 3rd T20I between South Africa and India at the Newlands Cricket Ground in Cape Town, South Africa on Feb 24, 2018. (Photo: BCCI/IANS) (Credit Mandatory) કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્માએ ટીમનું સુકાન સંભાળ્યું મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) સુપરત કરવામાં આવી હતી. મેચ પૂરી થયા બાદ વિરાટ કોહલીને આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ગદા) સુપરત કરવામાં આવી હતી. વિરાટ કોહલી - આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ સાથે