બીજી T20Iમાં ભારતનો પરાજય…

સેન્ચુરિયનમાં 21 ફેબ્રુઆરી, બુધવારે રમાઈ ગયેલી સિરીઝની બીજી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 6-વિકેટથી પરાજય આપીને ત્રણ-મેચોની સિરીઝને 1-1થી સમાન કરી હતી. ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતે મનીષ પાંડેના અણનમ 79 અને મહેન્દ્ર સિંહ ધોનીના અણનમ 52 રનની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 188 રન કર્યા હતા. તેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ વિકેટકીપર હેન્રીક ક્લાસેનના 69 અને કેપ્ટન જેપી ડુમિનીના અણનમ 64 રનના મુખ્ય યોગદાનની મદદથી 18.4 ઓવરમાં 4 વિકેટે 189 રન કરીને મેચ જીતી લીધી હતી. બંને ટીમ વચ્ચે ત્રીજી અને સિરીઝની નિર્ણાયક મેચ 24 ફેબ્રુઆરીએ કેપ ટાઉનમાં રમાશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]