GallerySports ફિફા વર્લ્ડ કપનો રંગારંગ સેરેમની સાથે આરંભ… June 14, 2018 રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને 14 જૂન, ગુરુવારે મોસ્કોમાં લઝનિકી સ્ટેડિયમ ખાતે ફિફા વર્લ્ડ કપ સ્પર્ધાને ખુલ્લી મૂકાયેલી ઘોષિત કરી હતી. ત્યારબાદ પેશ કરાયેલા રંગારંગ કાર્યક્રમમાં બ્રિટનના ગાયક રોબ્બી વિલિયમ્સ અને રશિયન ઓપરેટિક સોપ્રાનો એઈદા ગેરીફુલિનાએ કલાત્મક પરફોર્મન્સ રજૂ કર્યો હતો. ઉદઘાટન સમારોહમાં બ્રાઝિલના બે વાર ફિફા વર્લ્ડ કપ ચેમ્પિયન બનેલા રોનાલ્ડો અને સ્વીડનના દંતકથાસમા ખેલાડી ઝેતાન ઈબ્રાહિમોવિચે પણ હાજરી આપી હતી. 81,000 દર્શકો સાથેનું સ્ટેડિયમ ખીચોખીચ ભરાયેલું હતું. સ્પેનના ભૂતપૂર્વ કેપ્ટન ઈકેર કેસીલાસ વર્લ્ડ કપ ટ્રોફી મેદાનની અંદર લઈ આવ્યા હતા. સ્પર્ધાની પ્રારંભિક મેચમાં યજમાન રશિયાએ સાઉદી અરેબિયાને 5-0થી સજ્જડ પરાજય આપ્યો હતો. હાફ ટાઈમ વખતે સ્કોર 2-0 હતો. રશિયાના ગોલ કરનારાઓ છે યુરી ગેઝીન્સ્કી (12, 91), ડેનિસ ચેરીશેવ (43) અને આર્ટેમ ડ્યૂબા (71), ગોલોવીન (90+4). સ્પેનના ભૂતપૂર્વ કેપ્ટન ઈકેર કેસીલાસ વર્લ્ડ કપ ટ્રોફી મેદાનની અંદર લઈ આવ્યા હતા. સ્પેનના ભૂતપૂર્વ કેપ્ટન ઈકેર કેસીલાસ વર્લ્ડ કપ ટ્રોફી મેદાનની અંદર લઈ આવ્યા હતા.