GallerySports CWG2018: ૯મા દિવસે મળ્યા ૧૧ મેડલ્સ… April 13, 2018 ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાતી 21મી કોમનવેલ્થ ગેમ્સમાં 13 એપ્રિલ, શુક્રવારે 9મા દિવસે ભારતે 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત 11 મેડલ્સ જીત્યા હતા. ભારતને આ મેડલ અપાવનાર ખેલાડીઓ છેઃ (ગોલ્ડ મેડલ વિજેતાઓ) મહિલાઓની શૂટિંગમાં 50 મીટરની રાઈફલ 3P હરીફાઈમાં તેજસ્વીની સાવંત, પુરુષોની શૂટિંગમાં અનિલ ભાનવાલા 25 મીટર રેપિડ ફાયર પિસ્તોલ, પુરુષોની કુસ્તીમાં બજરંગ પુનીયા ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં 65 કિ.ગ્રા. (રજત ચંદ્રક વિજેતાઓ) અંજુમ મોદગીલ મહિલાઓની શૂટિંગમાં 50 મીટરની રાઈફલ 3P, મૌસમ ખત્રી પુરુષોની કુસ્તીમાં 97 કિ.ગ્રા. વર્ગ, પૂજા ધાંડા મહિલાઓની ફ્રીસ્ટાઈલ કુસ્તીમાં 57 કિ.ગ્રા. વર્ગ, મહિલાઓની ટેબલટેનિસમાં રમતમાં ડબલ્સની હરીફાઈમાં મનિકા બત્રા-મૌમા દાસ. (કાંસ્ય ચંદ્રક વિજેતાઓ) મહિલા કુસ્તીમાં દિવ્યા કાકરન 68 કિ.ગ્રા., પુરુષોની બોક્સિંગમાં નમન તંવર 91 કિ.ગ્રા. વર્ગ, બોક્સિંગમાં હસમુદ્દીન મોહમ્મદ 56 કિ.ગ્રા., બોક્સિંગમાં મનોજકુમાર 69 કિ.ગ્રા. વર્ગ. મેડલ્સ યાદીમાં ભારત ટોપ-5માં ત્રીજા સ્થાને છે. ભારતે 17 સુવર્ણ, 11 રજત અને 14 કાંસ્ય સાથે કુલ 42 મેડલ્સ જીત્યા છે. (ઉપરની તસવીરમાં તેજસ્વીની સાવંત (જમણે) અને અંજુમ મોદગીલ ભારતીય ધ્વજ સાથે છે. પૂજા ધાંડા – રજતચંદ્રક વિજેતા મૌસમ ખત્રી બજરંગ પૂનીયા – ગોલ્ડમેડલ વિજેતા બજરંગ પુનીયા અનીશ ભાનવાલા – 15 વર્ષનો ગોલ્ડમેડલિસ્ટ. નવો ગેમ્સ રેકોર્ડ બનાવ્યો અનીશ ભાનવાલા અનીશ ભાનવાલા મનિકા બત્રા, મૌમા દાસ મનોજ કુમાર નમન તંવર દિવ્યા કાકરન અનીશ ભાનવાલા