ભારતીય વાયુ સેના દ્વારા જેસલમેર નજીક વાયુશક્તિ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુ સેના એકદમ ઉચ્ચ કક્ષાનાં હથિયાર, સાધનોથી સજ્જ છે. આ સાથે દેશભક્તિથી ભરપૂર તાલીમબદ્ધ લડાયક સૈનિકો અને ઉચ્ચ કોટીનું નેતૃત્વ ભારતીય સેના પાસે છે.
વાયુશક્તિ 2024માં એરફોર્સ અને આર્મીએ સાથે યુદ્ધનો અભ્યાસ કર્યો હતો, જેમાં ભારતીય વાયુ સેના બીજાં દળોને સાથે રાખી દુશ્મનનો કેવી રીતે ખાતમો બોલાવે છે એનું નિદર્શન કર્યું હતું.
યુદ્ધ ક્ષેત્રમાં સેનાને હથિયારો પહોંચાડવા અને એ દરમિયાન કેવી રીતે ઓપરેશન પાર પાડવું એની દિલધડક દ્રશ્યોનું જીવંત નિદર્શન કર્યુ હતું.
ભારતીય વાયુ સેનાના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા વાયુ શક્તિ 2024માં મિરાજ 2000, MI -17 V5, જગુઆર , SU-30 MKI, C-130 J, ચેતક, રફાલ, અપાચે, C- 17, MIG-29, તેજસ, ચિનુક, LCH સાથે વાયુ સેનાએ નિદર્શન કર્યુ હતું.
જેસલમેર પાસે થતા ભારતીય સેનાના આ સાહસિક શક્તિ પ્રદર્શનથી સૌ અચંબિત થઈ થઈ ગયા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)