વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નો આજે પ્રારંભ થઈ ગયો છે. સમિટમાં 15 પાર્ટનર દેશો સહિત 26 હજાર કંપનીઓએ ભાગ લીધો છે. અહીં ઉદ્યોગ જગતના માંધાતાઓનો મેળવડો જામ્યો છે. ગ્લોબલ સમિટમાં ગુજરાતના ઉદ્યોગકારોએ આગામી વર્ષોમાં ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી.
ગ્લોબલ સમિટને સંબોધન કરતા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ 55 હજાર કરોડના રોકાણ સાથે મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો 1 ગીગાવોટનો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી.
વાયબ્રન્ટ ગુજરાત 2019માં કુમાર મંગલમ બિરલાએ જાહેરાત કરી હતી કે, આગામી ત્રણ વર્ષમાં કરશે 10 હજાર કરોડનું રોકાણ, કેમિકલ અને માઈનિંગ ક્ષેત્રમાં રોકાણ કરવામાં આવશે.
ટોરેન્ટ ગ્રુપના સુધીર મહેતાએ જાહેરાત કરી હતી કે, ટોરેન્ટ ગ્રૂપ રિન્યૂએબલ એનર્જી અને ગેસ વિતરણમાં 30 હજાર કરોડ રોકશે.
રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણીએ ગ્લોબલ સમિટને સંબોધન કરતા કહ્યું કે, રિલાયન્સ ગુજરાતમાં આગામી 10 વર્ષમાં બમણું રોકાણ કરશે. આ ઉપરાંત મુકેશ અંબાણીએ કહ્યું કે, જિઓ નેટવર્ક 5જી સર્વિસ માટે સંપૂર્ણ પણે તૈયાર છે.