GalleryEvents કોરોના બીમારી સામે જંગ હારી ગયા પીઢ તામિલ એક્ટર, નેતા વિજયકાંત December 28, 2023 ગુરુવાર, 28 ડિસેમ્બરે અવસાન પામેલા જાણીતા તામિલ ફિલ્મ અભિનેતા અને નેતા વિજયકાંત (71)ના પાર્થિવ દેહના દર્શન માટે ચેન્નાઈમાં માનવમહેરામણ ઉમટ્યો હતો. વિજયકાંતના સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવાનો તામિલનાડુ સરકારે નિર્ણય લીધો હતો. વિજયકાંતના અવસાનને પગલે વિજયકાંતના સમર્થકો અને પ્રશંસકોમાં ભારે શોક ફેલાઈ ગયો છે. વિજયકાંતની અંતિમ યાત્રા વખતે માનવમહેરામણ ઉમટ્યો હતો. લોકોને નિયંત્રણમાં રાખવા માટે પોલીસોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. વિજયકાંતને કોરોનાવાઈરસ મહામારીનો ચેપ લાગ્યો હતો અને તેઓ નવેમ્બર મહિનાથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. વિજયકાંતે સક્રિય રાજકારણમાં પ્રવેશતા પહેલાં 150થી વધારે ફિલ્મોમાં કામ કર્યું હતું. ડીએમડીએક નામનો રાજકીય પક્ષ સ્થાપ્યો હતો. તેઓ 18 વર્ષ સુધી તામિલનાડુના રાજકારણમાં સફળતાપૂર્વક આગળ વધતા રહ્યા હતા. એમણે કરૂણાનિધિ અને જયલલિતા જેવા દિગ્ગજ નેતાઓને ટક્કર આપી હતી. વિજયકાંતના પોસ્ટરને સ્પર્શ કરીને શોક વ્યક્ત કરતો એમનો એક સમર્થક અંતિમયાત્રા વખતે શોક વ્યક્ત કરતો વિજયકાંતનો એક સમર્થક. શોક વ્યક્ત કરતી વિજયકાંતની મહિલા સમર્થક