ફલકનુમા પેલેસમાં મોદી-ઈવાન્કાએ ડિનર લીધું…

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા હૈદરાબાદમાં જાગતિક ઉદ્યમી શિખર સંમેલન (GES Summit)માં હાજરી આપવા આવેલાં યૂએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્રી અને સલાહકાર ઈવાન્કા ટ્રમ્પે 28 નવેમ્બર, મંગળવારે હૈદરાબાદની વૈભવશાળી તાજ ફલકનુમા પેલેસ હોટેલમાં ડિનર લીધું હતું. આ ડિનર સમારંભનું આયોજન વડાપ્રધાન મોદી તરફથી ભારત સરકાર વતી ઈવાન્કાનાં માનમાં કરવામાં આવ્યું હતું. મોદી તથા ઈવાન્કાએ ફલકનુમા પેલેસ હોટેલ ખાતે વિઝિટર્સ બુકમાં હસ્તાક્ષર સાથે સંદેશ પણ લખ્યો હતો. આ હોટેલ એક સમયે નિઝામનો મહેલ હતો. એને હવે ફાઈવ સ્ટાર હોટેલમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ હોટેલમાં નિઝામના યુગના ફેમસ ટેબલ પર એક સાથે 101 જણ બેસીને જમી શકે છે. એ પહેલાં મોદી અને ઈવાન્કાએ GES શિખર સંમેલનનું સાથે મળીને ઉદઘાટન કર્યું હતું અને આમંત્રિતોને સંબોધન કર્યું હતું. બંનેએ શિખર સંમેલન ખાતે યોજવામાં આવેલા વર્ચ્યુઅલ એક્ઝિબિશનની મુલાકાત પણ લીધી હતી.