અમદાવાદઃ દિલ્હી પબ્લિક સ્કૂલ-બોપલના વિદ્યાર્થીઓએ તેમના વાર્ષિક દિનના સમારંભ ઉરૂકલ્લી 2018-19 માં ‘Evolution – A masterpiece written by nature’વિષયે કાર્યક્રમ આપીને વધુ એક સર્જન કર્યું છે. અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રાકેશ શંકર આ સમારંભના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને આ સમારંભનું પ્રમુખપદ યુવા અનસ્ટોપેબલના સ્થાપક અમિતાભ શાહે સંભાળ્યું હતું. આ સમારંભમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ ઝમકદાર કાર્યક્રમો રજૂ કરીને અદ્દભૂત ઉદાહરણ પૂરૂ પાડ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઈવોલ્યુશનની આસપાસ વણી લેવાયો હતો, જેની શરૂઆતમાં નૃત્ય રજૂ થયું હતું જેનું શિર્ષક ‘કરિશ્મા ઓફ ક્રિએશન’ હતું. જેમાં સર્જનના 5 કરોડ ઘટકોની વાત કરવામાં આવી હતી. ‘વંડરમેન્ટ ઈન વાઈલ્ડ’ કાર્યક્રમમાં વનસ્પતિ અને જીવસૃષ્ટિ અંગે રજૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી અચંબામાં મૂકે તેવા અનેક પર્ફોર્મન્સ રજૂ થયા હતા.