CM ફડણવીસ દિલ્હીમાં PM મોદીને મળ્યા…

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ 13 ડિસેંબર, ગુરુવારે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં પ્રવર્તતી દુકાળની પરિસ્થિતિ તેમજ મહારાષ્ટ્ર સરકારે લીધેલા પગલાં વિશે એમને વાકેફ કર્યા હતા તથા ધારાવી ઝૂંપડપટ્ટી વિકાસ યોજના માટે રેલવેની જમીનના મામલે એમની સાથે ચર્ચા કરી હતી.