અમદાવાદમાં કબડ્ડી કબડ્ડીના નારાએ મેદાન ગજવ્યું…

અમદાવાદ: લીટલ જાયન્ટસ ઈન્ટર સ્કૂલ કબ્બડી ટુર્નામેન્ટનો અમદાવાદમાં પ્રારંભ થયો છે. આ ટુર્નામેન્ટમાં કબ્બડીના સેંકડો યુવા ચાહકોએ કબ્બડી કબ્બડીના નારા સાથે મેદાનને ગજવી મૂક્યું હતું.

પ્રો-કબ્બડી લીગની 7મી એડીશનની સ્પર્ધાઓનો પ્રારંભ થાય તે પહેલાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ તરફથી આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સ્પર્ધાનો ઉદ્દેશ કબ્બડી કલ્ચર વિકસાવીને આ સ્વદેશી રમતને લોકપ્રિય બનાવી યુવાનો તેમાં વ્યવસાયી ધોરણે સામેલ થાય અને રમતને કારકીર્દી તરીકે અપનાવે તે માટેનો છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસ પ્રો-કબ્બડી લીગની છઠ્ઠી એડીશનમાં રનર્સઅપ બની હતી.