પાટા પર ભેખડ ધસી પડતાં મુંબઈ-પુણે ટ્રેન સેવા ખોરવાઈ

મધ્ય રેલવે વિભાગ પર મુંબઈ અને પુણે વચ્ચે ખંડાલા (બોરઘાટ) ઘાટમાર્ગ પર મંકી હિલ નજીક 8 જુલાઈ, સોમવારે બપોરે લગભગ 3.30 વાગ્યાના સુમારે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડી હતી. એને કારણે આ રૂટ પરની ટ્રેન સેવા ખોરવાઈ ગઈ હતી. મિડલ અને ડાઉન રેલવે લાઈન પર ભેખડ ધસી પડી હતી. આ ઘટનામાં રેલવેનો એક કર્મચારી ઘાયલ થયો છે. સદ્દભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી.