રાષ્ટ્રપતિ કોવિંદ ગાર્ડ ઓફ ઓનરનું નિરીક્ષણ કરી રહ્યા છે.
આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌકાદળના વડા એડમિરલ આર. હરિકુમાર, નાયબ વડા વાઈસ-એડમિરલ એમ.એ. હમ્પીહોલી તથા અન્ય વરિષ્ઠ સિવિલ તથા લશ્કરી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આઈએનએસ વલસુરાની સ્થાપના 1942માં દ્વિતીય વિશ્વ યુદ્ધ વખતે રોયલ ઈન્ડિયન નેવીની તાકાત વધારવા અને નેવીના જવાનોને અત્યાધુનિક ટોર્પીડો તાલીમ આપવા માટે કરવામાં આવી હતી. 1950માં ભારત પ્રજાસત્તાક બન્યું ત્યારબાદ એનું નામ બદલીને આઈએનએસ વલસુરા કરવામાં આવ્યું હતું. આ કેન્દ્રમાં દર વર્ષે 262 અભ્યાસક્રમ હાથ ધરવામાં આવે છે જેમાં 750 અધિકારીઓ અને 4,200 નૌસૈનિકોને ટેક્નોલોજીની તાલીમ આપવામાં આવે છે. આ કેન્દ્રમાં 15 મિત્ર દેશોના નૌકાદળોના 1,800 નૌસૈનિકોને પણ તાલીમ આપવામાં આવી છે. (તસવીર સૌજન્યઃ @rashtrapatibhvn, @indiannavy)