અમદાવાદની કોર્ટયાર્ડ મેરિયોટ્ટમાં ‘પીંડ દા તડકા’ ફૂડ ફેસ્ટીવલ શરૂ થયો છે, અને આ ફેસ્ટીવલ 18 માર્ચ સુધી ચાલશે. પંજાબના લીલાંછમ ખેતરો તેની સમૃધ્ધ ફાર્મ ફ્રેશ સુગંધ અને પંજાબની સ્થાનિક વાનગીઓની યાદ અપાવે છે. પીંડ દા તડકા ફૂડ ફેસ્ટીવલમાં પંજાબની આરોગ્યપ્રદ વાનગીઓનો ખજાનો રજૂ કરવામાં આવ્યો છે. કોર્ટયાર્ડ મેરિયોટ્ટ મુંબઈની ઉમરાઓ રેસ્ટોરન્ટના શેફ દ કુઝિન ગગનદીપ ભગત ભારતના વિવિધ રસોડાનો 14 વર્ષનો અનુભવ ધરાવે છે, તેમણે જાતે પસંદ કરેલ નોંધપાત્ર વાનગીઓમાં પંજાબનો ધબકાર રજૂ થાય છે. આ ફેસ્ટીવલમાં ઉત્તરના રાજ્યોના વિવિધ જિલ્લાઓની વાનગીઓનો પ્રભાવ જોવા મળે છે. પંજાબની ડેરી પ્રવૃત્તિઓનું પ્રતિબંબ પાડતું માખણ અને કોટેજ ચીઝ તથા નરમ મીટનો ટેસ્ટ માણવા મળશે.