તો શમી સાથે સમાધાન માટે વિચારીશઃ હસીન જહાં…

ક્રિકેટર મોહમ્મદ શમી વિરુદ્ધ વ્યભિચારના આક્ષેપો જાહેરમાં ઉચ્ચારીને ખળભળાટ મચાવનાર એની પત્ની હસીન જહાંએ 11 માર્ચ, રવિવારે કોલકાતામાં પત્રકાર પરિષદ બોલાવી હતી. એમાં તેણે કહ્યું હતું કે, ‘જો શમી સમાધાન કરવા આવશે તો હું કદાચ વિચારીશ. મોહમ્મદ શમી મેં કરેલા આક્ષેપોથી પોતાને બચાવવાના પ્રયત્નો કરી રહ્યો છે. એને કોની સાથે લફરાં હતાં એ બધી સ્ત્રીઓનાં મેં નામ આપ્યા છે, મને કોઈ ભડકાવે છે એવું જો એ કહે છે તો એ વ્યક્તિનું નામ કેમ નથી આપતો. તે છતાં જો સમાધાન કરવા આવશે તો હું કદાચ વિચારીશ. મેં એને ઘણો સમજાવ્યો કે તું તારી ભૂલ કબૂલ કરી લે. મેં જો એને ઉઘાડો પાડ્યો ન હોત તો એ મને છૂટાછેડા આપી દેત.’ ઉલ્લેખનીય છે કે, હસીન જહાંએ મોહમ્મદ શમી તથા એના પરિવારજનો વિરુદ્ધ કોલકાતાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોલકાતા પોલીસના મહિલા ફરિયાદ વિભાગની સભ્યો હસીન જહાંને મળી હતી અને એનું નિવેદન રેકોર્ડ કર્યું હતું.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]