મુંબઈમાં વિન્ટેજ કાર શોઃ જૂનાં જમાનાની કાર-બાઈક્સે મુગ્ધ કર્યાં…

મુંબઈમાં બાન્દ્રા ઈસ્ટમાં આવેલા બાન્દ્રા-કુર્લા કોમ્પલેક્સ (બીકેસી)ના એમએમઆરડીએ ગ્રાઉન્ડ ખાતે વિન્ટેજ કારનાં યોજવામાં આવેલા Parx ઓટો શો-2019માં જૂના જમાનાની વિવિધ રંગરૂપ અને આકારની કાર ડિસ્પ્લે કરવામાં આવી હતી. 10 ફેબ્રુઆરી, રવિવારે સવારે 11.30 વાગ્યાથી આ બધી મોટરકારોને પરેડ રૂપે બાન્દ્રા-વર્લી સી લિન્ક, વર્લી સી ફેસ અને હાજી અલી, મરીન ડ્રાઈવ થઈને બેલાર્ડ એસ્ટેટ ખાતે હંકારી જવામાં આવી હતી. Parx સુપરકાર શો-2019નું મુંબઈમાં પહેલી જ વાર આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન ઈન્ડિયા ઓટોમોબાઈલ એસોસિએશન (WIAA)નું આ શતાબ્દી વર્ષ હોઈ એની ઉજવણી રૂપે આ ઓટો શોનું આયોજન કરાયું હતું. એમાં 100 વિન્ટેજ કાર, 100 વિન્ટેજ મોટરબાઈક્સ અને 100 સુપરબાઈક્સને ડિસ્પ્લે કરવામાં આવી હતી. સુપરકારની કેટેગરીમાં મેક્લારેન સેના અને લ ફેરારી શોસ્ટોપર્સ હતી. મેક્લારેન સેનાને આ પહેલી જ વાર મુંબઈ લાવવામાં આવી છે. જે જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)