હાપાથી દિલ્હી રવાના થઈ એક વધુ ઓક્સિજન એક્સપ્રેસ…

134.51 ટન પ્રવાહી મેડિકલ ઓક્સિજન ભરેલી 8 ટેન્કરો સાથેની ઓક્સિજન એક્સપ્રેસ 3 જૂન, ગુરુવારે સાંજે ગુજરાતના હાપાથી દિલ્હી છાવણી સ્ટેશન માટે રવાના થઈ હતી. હાપામાં પશ્ચિમ રેલવેનું ઓક્સિજન ટર્મિનલ છે. લિક્વિડ મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધિ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જામનગર દ્વારા ઉચ્ચ ક્ષમતાવાળા ટ્રેઇલરોમાં પૂરી પાડવામાં આવે છે. હાપા સ્થિત ગુડ્સ શેડમાં વેગનોમાં સરળતાથી ઓક્સિજન ટેન્કરો લોડ કરવા માટે જરૂરી વ્યવસ્થા ઉપલબ્ધ છે.

ભારતીય રેલવેએ કોરોનાવાઈરસ મહાબીમારીનો શિકાર બનેલા દર્દીઓને કૃત્રિમ રીતે જીવનરક્ષક પ્રાણવાયુ (ઓક્સિજન) પૂરો પાડવા માટે સેંકડો ટેન્કરો મારફત હજારો મેટ્રિક ટન લિક્વિડ મેડિકલ ઓક્સિજનને દેશભરમાં અનેક રાજ્યોમાં ટ્રાન્સપોર્ટ કર્યો છે.

(તસવીર સૌજન્યઃ પ્રસારભારતી)