બ્રેસ્ટ કેન્સર વિશે જનજાગૃતિઃ ગેટવે ઓફ ઈન્ડિયા ગુલાબી રોશનીથી પ્રકાશિત

બ્રેસ્ટ કેન્સર બીમારી વિશે જનજાગૃતિ લાવવા માટે મનાવાઈ રહેલા ‘વિશ્વ બ્રેસ્ટ કેન્સર મહિના’ અંતર્ગત મુંબઈ શહેરના ઐતિહાસિક સ્મારક ગેટવે ઓફ ઈન્ડિયાને 29 ઓક્ટોબર, શુક્રવારે રાતે ગુલાબી રંગની રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું હતું. બ્રેસ્ટ કેન્સર વિશે જનજાગૃતિની આ પહેલ મુંબઈની નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવી છે. એમાં તેમને સાંપડ્યો છે બોમ્બે પોર્ટ ટ્રસ્ટ, સાંસ્કૃતિક બાબતોના મંત્રાલય તથા આર્કિયોલોજિકલ સોસાયટી ઓફ ઈન્ડિયા સંસ્થાનો સહયોગ. (તસવીર, વિડિયોઃ દીપક ધુરી)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]