મુંબઈની સોસાયટીએ ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપની ના પાડી દીધી…

મુંબઈના ઉત્તર તરફના ઉપનગરોમાં પ્રશાસને આરોગ્ય સાવચેતીના અનેક પગલાં લીધાં હોવા છતાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ વધી ગઈ છે. રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહાનગરપાલિકા (BMC)ના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓની મદદ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ અમુક હાઉસિંગ સોસાયટીઓ એમના સભ્યોનું ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપ માટે સ્વાસ્થ્યકર્મીઓને સોસાયટીની અંદર પ્રવેશવા દેવા રાજી નથી. આ ફોટોગેલરી મલાડ (વેસ્ટ)ની એક હાઉસિંગ સોસાયટીની છે જેના સભ્યોએ 21 જુલાઈ, મંગળવારે BMCના કર્મચારીઓને અંદર પ્રવેશવા ન દેતાં કર્મચારીઓ પાછા જતા રહ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)