મુંબઈઃ દરિયાએ કચરો પાછો કિનારાઓ પર ફંગોળ્યો…

મુંબઈવાસીઓએ જે આપ્યું એને દરિયાએ એમને પરત કર્યું... 3 ઓગસ્ટ, શનિવારે દરિયામાં ભરતી વખતે દરિયાનાં મોજાંઓએ શહેરના જુદા જુદા કિનારાઓ પર 188 મેટ્રિક ટન જેટલો કચરો પાછો ફંગોળ્યો હતો. મરીન ડ્રાઈવ, ગિરગાંવ ચોપાટી, દાદર, માહિમ ચોપાટી, વરસોવા, જુહૂ ચોપાટી, ગોરાઈ બીચ જેવા જુદા જુદા કિનારાઓ પર અનેક ટન વજનનો કચરો પાછો ફંગોળાયો છે. આ કચરાનો નિકાલ કરતાં મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓનાં નાકે દમ આવી ગયો છે.