GalleryEvents મોદીએ વારાણસીમાંથી ઉમેદવારી નોંધાવી… April 26, 2019 વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 26 એપ્રિલ, શુક્રવારે ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં પોતાનું ચૂંટણી ઉમેદવારીપત્ર ભર્યું હતું. આ જ મતવિસ્તારમાં તેઓ પહેલી જ વાર, 2014માં લોકસભામાં ચૂંટાઈ આવ્યા હતા. જિલ્લા કલેક્ટરની કચેરીએ જઈને એ ઉમેદવારીપત્ર ભરવા ગયા ત્યારે પક્ષપ્રમુખ અમિત શાહ, રાજનાથ સિંહ, સુષમા સ્વરાજ, નીતિન ગડકરી, ઉદ્ધવ ઠાકરે (શિવસેના), રામવિલાસ પાસવાન, ભાજપના ટોચના નેતાઓ તથા સહયોગી પક્ષોના ટોચના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. તે ઉપરાંત આમજનતાની પણ મોટી ભીડ જોવા મળી હતી. ઉમેદવારી નોંધાવીને બહાર આવ્યા બાદ વડા પ્રધાન મોદીએ લોકોનું અભિવાદન કર્યું હતું અને કહ્યું કે, 'મતદાન એક ઉત્સવ છે. સૌ મોટી સંખ્યામાં મતદાન કરજો.' વારાણસીમાં 19 મેએ મતદાનનો દિવસ છે.