GalleryEvents મુંબઈની હોસ્પિટલમાં કોરોના રસીકરણની મોક ડ્રિલ… January 8, 2021 કેન્દ્ર સરકારે કોરોના વાઈરસ મહાબીમારીથી લોકોને બચાવવા માટે બે રસીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે ત્યારે રસીકરણ પ્રક્રિયાની દેશવ્યાપી મોક-ડ્રિલ અથવા ડ્રાય-રન ઝુંબેશ અંતર્ગત 8 જાન્યુઆરી, શુક્રવારે મુંબઈમાં પણ તેનું આયોજન કરવામાં આવ્યું હતું. વિલે પારલે (વેસ્ટ) ઉપનગરમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સંચાલિત કૂપર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ દ્વારા ડ્રાય-રન હાથ ધરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દીપક ધુરી)