ભારતીય નૌકાદળને ખૂબ ખૂબ અભિનંદન…

મુંબઇઃ દેશના સંરક્ષણ માટે અતિ મહત્ત્વની પાંખ ઇન્ડિયન નેવી માટે આજનો દિવસ ખૂબ જ ઉત્સાહ અને ગૌરવભરી ઘડી લઇને આવ્યો છે. મઝગાંવ ડૉકથી દરિયામાં ઉતારવામાં આવેલી સ્કોર્પીન વર્ગની INS કરંજ સબમરીન દેશનું આગવું સંરક્ષણયંત્ર બની રહેશે જે ચીન અને પાકિસ્તાન જેવા દેશો માટે મોટો પડકાર બની ગયું છે. સમુદ્રી તાકાતની મજબૂતી સમાન સ્કોર્પીન ક્લાસની ત્રીજી સબમરીન INS કરંજનો આજે ભારતીય નેવીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે નૌસેના પ્રમુખ સુનીલ લાંબા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. INS કરંજના કમિશન્ડ થવા સમયે થયેલી પૂજાવિધિમાં અથર્વ વેદની ઋચાઓ ગૂંજી ઉઠી હતી. કરંજનો આ નવો અવતાર છે. તેણે આ પહેલાં 34 વર્ષ દેશની સેવા કરી છે અને ચીન સામેના યુદ્ધમાં સેવા આપી છે. આ પહેલાં કરંજ 4 સપ્ટેમ્બર 1969ના રોજ કમિશન્ડ થઇ હતી અને 1 ઓગસ્ટ 2003માં નિવૃત્ત કરવામાં આવી હતી. આજે તેનો પુનરાવતાર કમિશન્ડ થતાં ભારતીય નૌસેનાના અધિકારીઓ અને જવાનોના હરખનો પાર નથી. આ ગૌરવપૂર્ણ ક્ષણોની તસવીરો આ રહી…

(તસવીરોઃ દીપક ધુરી)