સ્કોર્પીન શ્રેણીની આખરી સબમરીન ‘INS વાગશીર’નું જલાવતરણ…

પરિયોજના-75 સ્કોર્પીન શ્રેણીની છઠ્ઠી અને આખરી સબમરીન ‘આઈએનએનસ-વાગશીર’નું 20 એપ્રિલ, બુધવારે મુંબઈમાં મઝગાંવ ગોદી ખાતે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સંરક્ષણ સચિવ અને મુખ્ય અતિથિ ડો. અજયકુમારના પત્ની વીણા દ્વારા જલાવતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ સચિવ અજય કુમાર, વાઈસ-એડમિરલ એ.બી.સિંહ તથા નૌકાદળના વરિષ્ઠ અધિકારીઓ, સંસદસભ્ય અરવિંદ સાવંત, ઉપસ્થિત રહ્યા હતા.

‘મેક ઈન ઈન્ડિયા’ પહેલ અંતર્ગત મુંબઈસ્થિત મઝગાંવ ડોક એન્ડ શિપબિલ્ડર્સ લિમિટેડ (એમડીએલ) કંપનીએ આ સબમરીનનું નિર્માણ કર્યું છે. એમડીએલ દેશના સંરક્ષણ જાહેર ક્ષેત્રની જહાજ નિર્માણ કરતી કંપની છે.

આ સબમરીન પણ કાફલામાં સામેલ થવાથી ભારતીય નૌકાદળની તાકાત વધી જશે.

હવે ટૂંક સમયમાં જ ‘INS વાગશીર’નું સમુદ્રી પરીક્ષણ શરૂ કરવામાં આવશે.

‘INS વાગશીર’ સ્કોર્પીન શ્રેણીમાં છઠ્ઠી અને આખરી સબમરીન છે. આ પૂર્વે કલવરી, ખંદેરી, કરંજ, વેલા સબમરીનોને નૌકાદળમાં સામેલ કરવામાં આવી ચૂકી છે. આઈએનએસ વગીરનું સમુદ્રી પરીક્ષણ હાલ ચાલુ છે.

સબમરીન વાગશીરના ક્રૂ સભ્યો સાથે મહાનુભાવોની ગ્રુપ તસવીર

એમડીએલ કંપનીના કામદારો સાથે મહાનુભાવોની ગ્રુપ તસવીર

વીણા અજયકુમાર સબમરીન વાગશીરને લોન્ચ કરવા માટેનું બટન દબાવી રહ્યાં છે

મઝગાંવ ગોદી ખાતે વાગશીર સબમરીનને લોન્ચ કરવામાં આવી રહી છે

મઝગાંવ ગોદી ખાતે વાગશીર સબમરીનને લોન્ચ કરવામાં આવી રહી છે

વાઈસ એડમિરલ નારાયણ પ્રસાદ (નિવૃત્ત) એમડીએલના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર મુખ્ય અતિથિ ડો. અજય કુમારને સ્મૃતિચિન્હ આપે છે

મુખ્ય અતિથિ સંરક્ષણ સચિવ ડો. અજય કુમાર વાગશીરના લોન્ચ પ્રસંગે સંબોધન કરે છે

સબમરીન વાગશીરના લોન્ચ પૂર્વે પરંપરાગત પ્રાર્થના કરવામાં આવી રહી છે

સબમરીનના લોન્ચ પૂર્વે મહાનુભાવોની ગ્રુપ તસવીર

વાઈસ એડમિરલ નારાયણ પ્રસાદ (નિવૃત્ત) એમડીએલના ચેરમેન-મેનેજિંગ ડાયરેક્ટર વાઈસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહ (FOC-in-C પશ્ચિમ)ને સ્મૃતિચિન્હ આપે છે

(તસવીરોઃ દીપક ધુરી તથા પીઆઈબી – સંરક્ષણ શાખા)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]