હ્યુન્ડાઈએ ભારતમાં લોન્ચ કરી ઈલેક્ટ્રિક કાર – કોના…

સાઉથ કોરિયાની ઓટોમોબાઈલ કંપની હ્યુન્ડાઈએ 9 જુલાઈ, મંગળવારે ભારતમાં તેની પહેલી ઈલેક્ટ્રિક કાર કોના એસયૂવી લોન્ચ કરી છે. એણે આ કારની પ્રારંભિક કિંમત રૂ. 25 લાખ 30 હજાર રાખી છે. આ કાર સિંગલ ફૂલ ચાર્જ પર 452 કિ.મી.ની રેન્જ ધરાવે છે. સિંગલ ચાર્જિંગ પર 452 કિ.મી. સુધી દોડશે. 9.3 સેકંડમાં પકડશે 100 કિ.મી.ની સ્પીડ. કારમાં 6 એરબેગ્સ છે. આ કાર વ્હાઈટ, સિલ્વર, બ્લૂ અને બ્લેક કલરમાં મળશે. વધુમાં, આમાં બ્લેન્ગ રૂફવાળો ડ્યુઅલ-ટોન કલર પણ મળશે. એ માટે રૂ. 20 હજાર વધારે ચૂકવવા પડશે. ભારતના ચાર મોટા શહેરોમાં ઈન્ડિયન ઓઈલના પેટ્રોલ પમ્પ્સ પર આ કારને ચાર્જ કરવા માટે સ્ટેશન બનાવવામાં આવશે. વધુમાં, કંપનીના ડીલરશિપ ખાતે પણ કારને ચાર્જ કરવાનો વિકલ્પ મળશે. કંપની આ એસયૂવી માટે 3 વર્ષની અનલિમિટેડ વોરન્ટી આપે છે અને બેટરી 1.6 લાખ કિલોમીટર અથવા 8 વર્ષ સુધીની વોરન્ટી આપે છે.