કમલમ્ ખાતે ‘‘સદસ્યતા અભિયાન’’…

ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ‘‘શ્રી કમલમ્’’ ખાતે ‘‘સદસ્યતા અભિયાન’’ અંતર્ગત વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક તથા વિસ્તારકોની બેઠક યોજાઇ હતી.

પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ તેમના અધ્યક્ષીય ઉદ્બોધનમાં જણાવ્યુ હતુ કે, આજની ભાજપાના વિવિધ મોરચાઓ તથા સેલ તેમજ વિભાગ-પ્રકલ્પની સંયુક્ત પ્રદેશ બેઠક એ ભાજપા માટે એક મહત્વની બેઠક છે. નરેન્દ્રભાઇ મોદીના સમર્થ નેતૃત્વમાં ૨૦૧૯ લોકસભાની ચુંટણીઓમાં ઐતિહાસિક બહુમતિ સાથે ભાજપાનો ભવ્ય વિજય થયો છે.

વાઘાણીએ સૌ કાર્યકર્તાઓને હાકલ કરતા જણાવ્યુ હતુ કે, નરેન્દ્રભાઇ મોદીના વ્યક્તિત્વ અને તેમની કાર્યશક્તિ, નિર્ણયશક્તિને દેશની જનતાને સ્વીકારી છે અને તેમનું સ્પષ્ટ પ્રતિબિંબ પ્રજાના જનાદેશમાં જોવા મળી રહ્યું છે.

રાષ્ટ્રસેવા અને જનસેવા થકી જનસમર્થન વધુ પ્રબળ બને તે માટે વિવિધ મોરચા, સેલ, વિભાગના કાર્યકરો તથા વિસ્તારકો ‘‘મજબૂત ભાજપ-મજબૂત ભારત’’ના મંત્ર સાથે પ્રત્યેક ઘર સુધી ભાજપાની વિચારધારા પહોંચાડવા માટે કાર્યરત બને – ભીખુભાઇ દલસાણીયા

ભાજપાના આ મહાપર્વનો શુભારંભ જ આટલો ભવ્યાતિભવ્ય અને પ્રચંડ હોય તથા દેશભરમાં જ્યારે ભાજપાને જનસમર્થન અને જનમત અને જનવિશ્વાસ મળતો હોય ત્યારે ભાજપાને હરહંમેશ સફળતા મળે તે સુનિશ્ચિત છે: ભાર્ગવભાઇ ભટ્ટ

વાઘાણીએ કહ્યું કે રાષ્ટ્રપ્રથમ અને ‘‘સર્વજન હિતાય સર્વજન સુખાય’’ ભાજપાનું એક માત્ર લક્ષ્ય રહ્યું છે અને રાષ્ટ્રહિતમાં જ બધી સમસ્યાઓનું સમાધાન છે તેવી ભાજપાની વિચારધારા રહી છે.

ભટ્ટે જણાવ્યુ હતુ કે, ભાજપાના આ મહાપર્વનો શુભારંભ જ આટલો ભવ્યાતિભવ્ય અને પ્રચંડ હોય તથા દેશભરમાં જ્યારે ભાજપાને જનસમર્થન અને જનમત અને જનવિશ્વાસ મળતો હોય ત્યારે ભાજપાને હરહંમેશ સફળતા મળે તે સુનિશ્ચિત છે. આ અભિયાન સાચા અર્થમાં ‘‘સર્વવ્યાપી, સર્વસ્પર્ષી અને સર્વસમાવેષક’’ બની રહેશે.