GalleryEvents દિલ્હીમાં યમુના નદીની દુખદ હાલત… November 3, 2019 આ કંઈ બરફાચ્છાદિત કશ્મીરનું દ્રશ્ય નથી. આ તો નવી દિલ્હીમાં યમુના નદીનું દ્રશ્ય છે. 3 નવેંબર, રવિવારે છઠ પૂજા ઉત્સવ દરમિયાન દિલ્હીમાં કાલંદી કુંજના ઘાટ પર હિન્દુ મહિલાઓ યમુના નદીમાં રાસાયણિક ફીણના ઢગલા વચ્ચે પૂજા કરી રહી છે એની આ તસવીરો છે. ભયાનક ઔદ્યોગિક પ્રદૂષણને કારણે પવિત્ર યમુના નદીમાં કેમિકલ્સ ઠાલવવાને કારણે સફેદ ફીણની ચાદર સર્જાતાં નદીની આ બુરી હાલત થઈ ગઈ છે.