અમદાવાદઃ કોરોના વાયરસના કારણે અત્યારે સમગ્ર ભારતમાં લોકડાઉન છે. ગુજરાતમાં લોકડાઉનના પરિણામે કેટલાક ગરીબ લોકો કે જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે,
તેવા લોકો માટે અત્યારે જીવવું મુશ્કેલ બની ગયું છે. ત્યારે આવી સમસ્યાથી પીડાતા લોકોની વ્હારે અનેક લોકો આવ્યા છે અને તેમને ભોજન પુરુ પાડી રહ્યા છે.
આ સાથે જ અહીંયા મજૂરી કામ કરતા કેટલાક લોકોને પોતાના ગામડે જવું છે પરંતુ પબ્લિક કે પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ બંધ હોવાના કારણે આ લોકો અત્યારે રઝળી પડ્યા છે અને ચાલતા પોતાના પરિવાર સાથે પોતાના વતન જવા મજબૂર બન્યા છે.
ત્યારે આ પ્રકારના લોકોને તેમના વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી.
