મુંબઈમાં ફરી ધોધમાર વરસાદ; રસ્તાઓ પર પાણી ભરાયાં…

ઓગસ્ટ મહિનામાં થોડોક વિશ્રામ કર્યા બાદ વરસાદ મુંબઈ શહેર, ઉપનગરો તથા આસપાસના થાણે, નવી મુંબઈ, પાલઘર જેવા વિસ્તારોમાં ફરી દેમાર વરસવાનું શરૂ થયું છે. 3 સપ્ટેંબર, મંગળવાર રાતથી શરૂ થયેલો વરસાદ આજે 4 સપ્ટેંબર, બુધવારે સવારે પણ સતત ચાલુ રહ્યો હતો. એને કારણે કિંગ સર્કલ રેલવે સ્ટેશન, ગાંધી માર્કેટ, અંધેરી, મલાડ સહિત અનેક ઉપનગરોમાં નિચાણવાળા ભાગો, રસ્તાઓ પર પાણી ભરાયાં છે. લોકલ ટ્રેન સેવાને આંશિક અસર પડી છે. પશ્ચિમ રેલવેમાં વસઈ-વિરાર વચ્ચે લોકલ ટ્રેન સેવા સવારથી બંધ રાખવામાં આવી હતી. મધ્ય રેલવે વિભાગ ઉપર માટુંગા અને સાયન સ્ટેશનો વચ્ચે પાટા પર પાણી ભરાયાં છે. એને કારણે અપ અને ડાઉન, બંને માર્ગ પર ફાસ્ટ ટ્રેક પર ટ્રેનો બંધ છે. પશ્ચિમ અને હાર્બર લાઈનની લોકલ ટ્રેનો 10-20 મિનિટ મોડી દોડતી હોવાનો અહેવાલ છે.





































(નીચેનો વિડિયો પાલઘર જિલ્લાના નાલાસોપારા સ્ટેશનનો છે)

મુંબઈ નજીકના પાલઘર જિલ્લાના નાલાસોપારાનો મુખ્ય માર્ગ જળબંબાકાર