શ્રદ્ધા સાથે ગૌભક્તોએ કર્યું ગૌપૂજન

અમદાવાદઃ સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે તારીખ 13 થી 15 જાન્યુઆરી દરમિયાન “શ્રી લક્ષ્મીનારાયણ ગૌશાળા” દ્વારા “ગૌ સેવા” મહોત્સવ યોજાયો હતો.

શાસ્ત્રો અને પુરાણો સહિત તમામ હિંદુ ધર્મ ગ્રંથોમાં “ગૌ પૂજનનું” ખૂબ મહત્વ સમજાવવામાં આવ્યું છે.

ગાયને આપણે “માં” કહી છે અને ગાયમાં તેત્રીસ કોટી “દેવી-દેવતાઓ” વાસ કરે છે. ત્યારે સોલા ભાગવત ખાતે યોજાયેલા આ “ગૌ સેવા” મહોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ “ગૌ પૂજનનો” લાભ લીધો હતો.