વલસાડમાં “ઓખી”નો ઓછાયો

 

 

 

 

 

 

 

વલસાડ- ઓખી વાવાઝોડાની અસરને કારણે સમગ્ર જિલ્લામાં મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે. વરસાદ તેમજ ઠંડા પવનને કારણે ચોમાસા સાથે શિયાળાની બેવડી ૠતુનો અનુભવ લોકો કરી રહ્યા છે. સવારે કામધંધા માટે તેમજ શાળાએ જતા બાળકો વિમાસણમાં મુકાયા હતા, લોકોએ વરસાદથી અને ઠંડી બન્નેથી બચવા સ્વેટર, રેઇનકોટનો સહારો લીધો હતો. તો, વાહનચાલકોએ પણ મુશ્કેલીઓ અનુભવી હતી. હાઇવે પર વાહનોની કતારોને બદલે એકલ દોકલ વાહનો જ પસાર થઇ રહ્યા છે.