‘ગજ’ વાવાઝોડાએ 13 જણનો ભોગ લીધો…

તામિલનાડુમાં 16 નવેમ્બર, શુક્રવારે મધરાત બાદ 12.30 અને 2.30 વાગ્યાની વચ્ચે નાગપટ્ટીનમ અને વેદારણ્યમથી પસાર થયેલા ‘ગજ’ વાવાઝોડાએ 13 જણનો ભોગ લીધાના અહેવાલો છે. વાવાઝોડાએ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વિનાશ વેર્યો છે. અનેક ઢોર-પશુઓ પણ માર્યા ગયા છે. વાવાઝોડું ત્રાટક્યું હતું ત્યારે પવનની ગતિ 120 કિ.મી. પ્રતિ કલાક હતી. અનેક સ્થળે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા ઘરોને પણ નુકસાન થયું છે.