વરસાદ પહેલાં તળાવોનું બ્યૂટીફિકેશન

અમદાવાદઃ અમદાવાદ સહિતના ગુજરાતભરમાં કાળઝાળ ગરમી અને સૂર્ય પ્રકોપના કારણે મોટાભાગના તળાવો સૂકા થઇ ગયાં છે. મહાનગરપાલિકાએ કરોડો રુપિયાના ખર્ચે તૈયાર કરાયેલા બગીચા સાથેના કેટલાય તળાવો હાલ ઉકરડામાં ફેરવાઇ ગયાં છે. કેટલાક બગીચા સાથેના તળાવોમાં ગટરના પાણી પણ ઠલવાયાંના દાખલા જોવા મળ્યા જેના કારણે બ્યૂટિફિકેશનની જગ્યાએ લોકોને ગંદકીના નાળાં જોવાં મળ્યાં. હાલ પ્રજાને પાણી મળી રહે અને તળાવોની સુંદરતા વધે એ માટેની તૈયાર કરાયેલી યોજના પર ફરી એક જળ સંચય નામની યોજના પ્રસ્તુત કરવામાં આવી છે. આ યોજનામાં ઠેકઠેકાણે તળાવો ઉંડા કરાઇ રહ્યાં છે. પ્રસ્તુત તસવીર શહેરના આર.સી.ટેકનિકલ કોલેજ પાસે આવેલા તળાવની છે જ્યાં તળાવનું સમારકામ, બગીચાના રંગરોગાનનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે.
તસવીર અહેવાલઃ પ્રજ્ઞેશ વ્યાસ