અભિનેતાઓ રણધીર, રિશી અને રાજીવ કપૂરની બહેન રીમા કપૂર અને મનોજ જૈનના પુત્ર અરમાન જૈનનાં લગ્ન 3 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં એની જૂની મિત્ર અનિષા મલ્હોત્રા સાથે સંપન્ન થયા હતા. લગ્ન તથા સત્કાર સમારંભમાં અરમાનની પિતરાઈ બહેનો કરિશ્મા અને કરીના કપૂર-ખાન તથા કપૂર પરિવારનાં સભ્યો, સૈફ અલી ખાન તેમજ અભિષેક-ઐશ્વર્યા બચ્ચન તથા નીતા અંબાણી ઉપસ્થિત રહ્યાં હતાં.
અરમાન જૈને 2014માં આવેલી 'લેકર હમ દીવાના દિલ' ફિલ્મમાં અભિનય કર્યો હતો. જો કે એ ફિલ્મ ચાલી નહોતી.