એપલે નવા 3 આઈફોન X લોન્ચ કર્યા…

નિતનવા અને અદ્યતન ફીચર્સ, સુવિધાઓવાળા આઈફોનની ઉત્પાદક એપલ કંપનીએ તેના વાર્ષિક સપ્ટેંબર કાર્યક્રમ અંતર્ગત 12 સપ્ટેંબર, બુધવારે અમેરિકાના કેલિફોર્નિયાના ક્યૂપર્ટિનો સ્થિત એપલ પાર્કના સ્ટીવ જોબ્સ થિયેટરમાં આયોજિત એપલ ઈવેન્ટમાં પોતાના નવા 3 સ્માર્ટફોન આઈફોન X લોન્ચ કર્યા હતા. આઈફોન XS, આઈફોન XS Maxની કિંમત છે અનુક્રમે રૂ. 99,900 અને રૂ. 1,09,900, જ્યારે આઈફોન XR મળશે રૂ. 76,900માં. એપલે તેની નવી કાંડાઘડિયાળ Apple Watch Series 4 પણ રિલીઝ કરી છે. આ વોચ સુધારિત હેલ્થ ફીચર્સવાળી છે. તે કદમાં 30 ટકા વધારે મોટી છે. એપલની નવી વોચમાં 3 નવા હાર્ટ રેટ ફીચર્સ છે. આ વોચનું ફોકસ હશે હેલ્થ અને ફિટનેસ. નવા આઈફોન લોન્ચ પ્રસંગે કંપનીના સીઈઓ ટીમ કૂક પણ ઉપસ્થિત હતા.