મુખ્યપ્રધાને શિવપૂજા અને બડા ગણેશની વંદના કરી

વડોદરાઃ મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગણેશોત્સવના પવિત્ર પર્વ પર વડોદરા ખાતે બડા ગણેશજી અને પ્રાચીન શિવવાલય એવા જાગનાથ મહાદેવની વંદના કરી હતી. મુખ્યપ્રધાન રુપાણીએ ભગવાન ગણેશ દેશ અને ગુજરાતને એક, અખંડ અને સુખી રાખે તેમજ સમાજની એકતાને તોડનારાઓને હતોત્સાહ અને પરાસ્ત કરે તેવી પ્રાર્થના કરી હતી. મુખ્યપ્રધાને રાજ્યની જનતાને ગણેશોત્સવ તેમજ સંવત્સરીના પવિત્ર તહેવારોની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી અને સંવત્સરીને અનુલક્ષીને સહુને ખમાવવાના ભાવ સાથે, મિચ્છામી દુક્ક્ડમ પાઠવ્યા હતા. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ ગણેશ વંદનામાં તેમની સાથે જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]