રંગબેરંગી કળાત્મક રાખડીઓની વિશાળ શ્રેણી

અમદાવાદઃ નાળીયેરી પૂનમ-બળેવ જેવા વિવિધ નામે ઉજવાતા રક્ષાબંધનના તહેવારને જુદા જુદા પ્રાંત ના લોકો પોતાની આગવી શૈલીમાં ઉજવે છે. પરંતુ ભાઇ-બહેનની લાગણીઓ સંબંધોને જીવંત રાખતી રાખડીઓ સમગ્ર તહેવારને અનોખો બનાવી દે છે. રક્ષાબંધનના આ પર્વ માં વિવિઘ રંગબેરંગી કળાત્મક રાખડી ઓની વિશાળ શ્રેણી બજારમાં આવી ગઇ છે. જેમાં રેસમ,જરદોસી વર્ક,મોતી કામ,ચાંદી-હીરા જેવી અલગ-અલગ પ્રકાર ભાવમાં રાખડીઓ ઉપલબ્ધ છે. સો રૂપિયા માં હજારથી એક નંગ ના સો ના ભાવમાં રાખડી ઓ ઉપલબ્ધ છે., સાથે બાળકોની લાઇટ વાળી કાર્ટુન કેરેક્ટર વાળી રાખડી ઓ પણ ખરી. રક્ષાબંધનમાં રાખડી ગમે તે હોય પણ લાગણી મહત્વની છે.

(અહેવાલ તસવીર પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]