આજે જળઝીલણી એકાદશીના દિવસે સ્વામિનારાયણ મંદિર ભૂજ અને અમદાવાદના મણિનગર સ્થિત મંદિરે ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી.
ભાદરવો માસ પણ વ્રતોત્સવનો મહિનો ગણાય છે. ભગવાન અષાઢ સુદી એકાદશીએ પોઢવા પધારે છે અને કારતક સુદી એકાદશીએ જાગ્રત થાય છે. પરંતુ ભાદરવા સુદી એકાદશીએ ભગવાન પડખું બદલી પરિવર્તન કરે છે એટલે એકાદશીને પાર્શ્વ પરિવર્તિની એકાદશી તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે જળઝીલણી ઉત્સવની પરંપરા છે.
સ્વામિનારાયણ મંદિર, મણિનગરની જેમ ભુજમાં આવેલા સ્વામિનારાયણ મંદિરે સંતોએ જળઝીલણી એકદાશીની ઉત્સાહભેર ઉજવણી કરી અને ભકતોએ પણ પુષ્પાંજલિ અને આરતી અર્પણનો લાભ લીધો.