સપના ચૌધરીઃ દેશી સ્ટેજ પરથી સીધી કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર

હરિયાણાની ડાન્સર અને ગાયિકા સપના ચૌધરીએ ફ્રાન્સના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું છે. એણે 30 કિલો વજનવાળો ફ્લોરલ ગાઉન પહેર્યો હતો અને માથે અંબોડો વાળ્યો હતો. તેણે ઘણા આત્મવિશ્વાસ સાથે રેડ કાર્પેટ પર વોક કર્યું હતું. એણે કહ્યું કે, ‘મને અંગ્રેજી કે બીજી કોઈ વિદેશી ભાષા બોલતાં નથી આવડતું તે છતાં અહીં સુધી પહોંચી શકી છું.’

કાન્સ ફેસ્ટિવલની રેડ કાર્પેટ પર વોક કરવાનું બહુમાન પ્રાપ્ત કરનાર સપના પહેલી ભારતીય પ્રાદેશિક કલાકાર છે.