પ્રભાસ-રવીનાએ રીક્રિએટ કર્યું ‘ટીપ ટીપ બરસા પાની’…

0
3430
બોલીવૂડ કલાકારો પ્રભાસ અને રવીના ટંડને 22 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં 'નચ બલિયે' ડાન્સ રિયાલિટી શોમાં 'સાહો' ફિલ્મના સ્પેશિયલ શો વખતે સ્ટેજ પર 'ટીપ ટીપ બરસા પાની' ગીતને રીક્રિએટ કર્યું હતું. એક્શન-થ્રિલર 'સાહો' ફિલ્મ 29 ઓગસ્ટે રિલીઝ થવાની છે. એમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની જોડી છે. 'ટીપ ટીપ બરસા પાની' 1994માં આવેલી 'મોહરા' ફિલ્મનું ગીત છે, જેમાં રવીના ટંડને અક્ષય કુમારની સાથે વરસાદમાં ભીંજાઈને માદક નૃત્ય કર્યું હતું.