જાન્વીની બિકિની તસવીરોએ મચાવી ધૂમ…

બોલીવુડ અભિનેત્રી જાન્વી કપૂરે તેનાં સોશિયલ મિડિયા એકાઉન્ટ્સ પર એની બિકિની તસવીરો પોસ્ટ કરી છે, જેને નેટયૂઝર્સે ખૂબ વખાણી છે. તેણે સફેદ અને દીપડાના રંગવાળી બિકિની પહેરી છે. આ તસવીરો કયા સ્થળે શૂટ કરાઈ છે એની તેણે જાણકારી આપી નથી. એક તસવીરમાં એ સમુદ્રના પાણીમાંથી બહાર આવતી દેખાય છે અને પાછળ આકાશમાં સૂરજ ઢળી રહ્યો છે. એક અન્ય તસવીરમાં તે એક ખડક પર બેઠી છે અને દરિયાનાં મોજાંને નિહાળી રહી છે. એક અન્ય તસવીરમાં તે એનાં એક મિત્રનો હાથ પકડીને દરિયાકિનારે દોડતી દેખાય છે. મિત્ર ઓરહાન અવતરમાની છે એવું કહેવાય છે. ચોથી, સૂર્યાસ્તની તસવીરની કેપ્શનમાં એણે લખ્યું છેઃ ‘દરેક ધૂંધળા સૂર્યાસ્તની અડધી સુંદરતા એ છે કે તે ક્ષણભંગુર છે.’

જાન્વીની બે નવી ફિલ્મ આવી રહી છે – ‘દોસ્તાના 2’ અને ‘ગુડ લક જેરી’.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]