‘મિસ વર્લ્ડ-2022’ કેરોલીના બિલાસ્કા ભારતની મુલાકાતે…

પોલેન્ડની સુંદરી કેરોલીના બિલાસ્કાએ ‘મિસ વર્લ્ડ-2022’નો તાજ જીત્યો હતો. 2023ની 71મી મિસ વર્લ્ડ સૌંદર્ય સ્પર્ધા ડિસેમ્બરમાં નવી દિલ્હીમાં યોજાવાની છે. તેની જાહેરાત માટે 8 જૂન, ગુરુવારે આયોજિત પત્રકાર પરિષદમાં કેરોલીનાએ હાજરી આપી હતી. આ વર્ષની મિસ વર્લ્ડ સ્પર્ધામાં જે સુંદરી વિજેતા બનશે તેને કેરોલીના તાજ પહેરાવશે. કેરોલીના બિલાસ્કા સાથે પ્રેસ કોન્ફરન્સમાં કર્ણાટકનિવાસી ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022’ સિની શેટ્ટી પણ હાજર રહી હતી.

મિસ વર્લ્ડ-2022 કેરોલીના બિલાસ્કા સાથે ‘મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022’ સિની શેટ્ટી

‘મિસ ઈન્ડિયા વર્લ્ડ-2022’ સિની શેટ્ટી