ફિલ્મફેર OTT એવોર્ડ્સ-2022: સમારોહમાં બોલીવુડ સિતારાઓનો જમાવડો
જાણીતા ફિલ્મ મેગેઝિન ફિલ્મફેર દ્વારા હિન્દી OTT (ઓવર ધ ટોપ પ્લેટફોર્મ) મનોરંજન ક્ષેત્રે પણ એવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ વર્ષે તેણે એની ત્રીજી આવૃત્તિના એવોર્ડ વિતરણ સમારોહનું 21 ડિસેમ્બર, બુધવારે મુંબઈમાં તાજ લેન્ડ્સ એન્ડ હોટેલ ખાતે આયોજન કર્યું હતું. એમાં બોલીવુડના અનેક નામાંકિત કલાકાર-કસબીઓએ હાજરી આપી હતી. સમારોહનું સંચાલન ગૌહર ખાન અને મનીષ પૌલે કર્યું હતું. શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ અભિષેક બચ્ચનને ‘દસવીં’ ફિલ્મ માટે અને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ તાપસી પન્નૂને ‘લૂપ લપેટા’ ફિલ્મમાં કરેલા અભિનય માટે આપવામાં આવ્યો હતો. શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ અનિલ કપૂરને ‘થાર’ ફિલ્મ માટે અને શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ નીના ગુપ્તાને ‘પંયાયત સીઝન-2’ માટે, બેસ્ટ વેબસીરિઝનો એવોર્ડ ‘રોકેટ બોયઝ’ને મળ્યો છે. ઉપરની તસવીરમાં રવીના ટંડન છે.