GalleryFashion & Entertainment દીપિકા પદુકોણે સલૂનમાં જઈ નવો લૂક અપનાવ્યો… September 9, 2020 બોલીવૂડ અભિનેત્રી દીપિકા પદુકોણ તેની એક નવી હિન્દી ફિલ્મના શૂટિંગ માટે ગોવા જઈ રહી છે. તે પૂર્વે, 8 સપ્ટેમ્બર, મંગળવારે એણે મુંબઈમાં એક સલૂનમાં જઈને હેરસ્ટાઈલ બદલીને પોતાનો નવો લૂક ધારણ કર્યો હતો. એની તસવીરો દીપિકાએ પોતાનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દીપિકા બ્લેક ટી-શર્ટ અને કાળા રંગના માસ્કમાં સજ્જ હતી. દીપિકા સાથે નવી ફિલ્મમાં અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી પણ કામ કરી રહ્યાં છે. દીપિકા અને એનાં પતિ રણવીર સિંહની ફિલ્મ ’83 તૈયાર છે અને આ વર્ષના નાતાલ તહેવારમાં રિલીઝ કરવાનું નિર્ધારિત છે.