‘પઠાણ’ની ધરખમ સફળતાઃ શાહરૂખ, દીપિકા, જોને વ્યક્ત કરી ખુશી

શાહરૂખ ખાન, દીપિકા પદુકોણ અને જોન અબ્રાહમ અભિનીત હિન્દી ફિલ્મ ‘પઠાણ’ દેશમાં અને વિદેશમાં સુપરહિટ નિવડી છે. સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત આ સ્પાઈ થ્રિલર ફિલ્મ રિલીઝ થયાને હજી તો માંડ પાંચ દિવસ જ થયા છે અને તે બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે. અત્યાર સુધીમાં એણે જાગતિક સ્તરે 500 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ફિલ્મની આ સફળતાના આનંદની વહેંચણી કરવા ફિલ્મના નિર્માતાઓએ 30 જાન્યુઆરી, સોમવારે મુંબઈમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. એમાં શાહરૂખ, દીપિકા અને જોન પણ ઉપસ્થિત રહ્યાં હતાં. ત્રણેય કલાકાર અને દિગ્દર્શક આનંદે એમની આ ફિલ્મને મળેલી આટલી ઝડપી સફળતા અંગે ખુશી વ્યક્ત કરી હતી તથા ફિલ્મના નિર્માણ દરમિયાન એમને થયેલા અનુભવો પણ મીડિયાકર્મીઓને જણાવ્યાં હતાં. (તસવીરોઃ દીપક ધુરી)