પ્રયાગરાજમાં કુંભ મેળા-2019નો આરંભ…

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અગાઉના અલાહાબાદ)માં 15 જાન્યુઆરી, મંગળવારે મકરસંક્રાંતિ દિવસથી કુંભ મેળા-2019નો આરંભ થયો છે. હિંદુ ધર્મની અનોખી સંસ્કૃતિ સમો કુંભ મેળો એ સાધુ, સંસ્કૃતિ અને સમાજની ત્રિવેણીને જોડતો પવિત્ર સંગમ છે. આજથી શરૂ થયેલો કુંભ મેેળો 55 દિવસ ચાલશે અને ચોથી માર્ચે સમાપ્ત થશે. પ્રયાગરાજમાં પવિત્ર નદીઓ એવી – ગંગા, યમુના અને કાલ્પનિક સરસ્વતીનાં ત્રિવેણી સંગમ ખાતે પહેલા શાહી સ્નાન માટે આજે વહેલી સવારથી જ સાધુ-સંતો, સંન્યાસીઓ, શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]