અંબાજીના મેળે ઊમટ્યો માનવ મહેરામણ

ભાદરવી પૂનમ નિમિત્તે સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં મેળો જામ્યો છે.

શક્તિ પીઠોમાંની એક અંબાજી શક્તિપીઠ તરફ અત્યારે યાત્રાળુઓનો ભારે ધસારો છે.

ગુજરાતનાં નાનાં-મોટાં ગામડાં શહેર અને બહારના ભક્તો પણ પગપાળા ચાલીને અંબાજી તરફ જઈ રહ્યા છે.

પગપાળા જતા સંઘ અને અંબાજી તરફ જતા ભક્તો માટે સમગ્ર માર્ગ પર સેવાભાવી સંસ્થાઓ, સંગઠનો દ્વારા અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે.

અંબાજી તરફ જતા માર્ગો પર ભક્તો માટે પાણી,ચા, છાશ, નાસ્તો, ભોજનની સાથે આરામ કરવા વ્યવસ્થા કરવામાં આવી છે. ભાદરવી પૂનમના મેળાના આયોજનના ભાગરૂપે તંત્ર દ્વારા તમામ માર્ગો પર જુદી-જુદી વ્યવસ્થા કરવામાં આવી છે.

અંબાજી મંદિરનું પ્રાંગણ ગબ્બર તરફના તમામ માર્ગોને શણગારવામાં આવ્યા છે.

 

સમગ્ર અંબાજી નગર ‘બોલ માડી અંબે, જય જય અંબે’ ના નાદથી ગુંજી રહ્યું છે.

વર્ષો થી જતા અમદાવાદના વ્યાસ વાડીના પગપાળા સંઘ, લાલ ડંડા વાળા સંઘ જેવા અનેક સંઘો અંબાજીને  ધજા ચઢાવે છે. ઠેર-ઠેર ધજાઓ સાથે પગપાળા સંઘો જોવા મળી રહ્યા છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)