ચિત્રલેખા નાટ્યસ્પર્ધા 2019ઃ ઈનામ વિતરણ સમારોહ…

‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ (વર્ષ 13મું)નો ઈનામ વિતરણ સમારંભ 19 જાન્યુઆરી, શનિવારે ભવન્સ કેમ્પસ અંધેરી, મુંબઈના પ્રાણગંગા એમ્ફીથિયેટરમાં યોજવામાં આવ્યો હતો જેમાં ‘એક આત્મા શુદ્ધ, ગૌતમ બુદ્ધ’ નાટકને આ વખતની સ્પર્ધાનાં વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યું હતું આ નાટક સુરતસ્થિત આર્ટિઝમ થિયેટર સંસ્થાનું પ્રસ્તુતિકરણ હતું. શ્રેષ્ઠ અભિનેતા માટે શફી ઈનામદાર પારિતોષિક વિજેતા બન્યા પ્રશાંત ત્રિવેદી અને નિલેશ પરમાર, જ્યારે શ્રેષ્ઠ અભિનેત્રી માટેનું પદમારાણી પારિતોષિક જીતવામાં સફળ રહ્યાં ધ્વની ત્રિવેદી. ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર, અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૯’ (વર્ષ ૧૩મું)નું એ સાથે જ સમાપન થયું. શ્રેષ્ઠ નાટક, શ્રેષ્ઠ દિગ્દર્શક, શ્રેષ્ઠ કલાકાર-કસબી જેવી ૧૨ કેટેગરીમાં વિજેતાની જાહેરાત કરવામાં હતી. પારિતોષિક વિતરણ સમારંભ અને સાથે મનોરંજનની મહેફીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેનો રંગભૂમિના કદરદાન પ્રેક્ષકોએ મન ભરીને લ્હાવો લીધો હતો. ગુજરાતી ભાષાની સાથે ગુજરાતી રંગભૂમિ, નાટ્યકળાને જીવંત રાખવામાં ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’ મહત્ત્વનું પ્રદાન કરે છે. વધુ વિગતો માટે આ લિન્ક પર ક્લિક કરો… https://chitralekha.com/news/mumbai/chitralekha-natya-spardha-2019-prize-distribution-event-mumbai/











શ્રેષ્ઠ દિગ્દર્શકનું ઈનામ નીતિનાબહેન મડિયાનાં હસ્તે






‘જય કોટક સ્મૃતિ પારિતોષિક (સૌજન્યઃ મૌલિક કોટક)’ વિજેતા બન્યો જામનગરનિવાસી સૌમ્ય પંડ્યા, જે હાજર રહી શક્યો નહોતો


‘તારક મહેતા પારિતોષિક’ (સૌજન્યઃ આસિતકુમાર મોદી-નિલા ટેલિફિલ્મ્સ) માટેનું ‘શ્રેષ્ઠ મૌલિક કૃતિ’નું ઈનામ વિભાજીત થયું






ગણેશ વંદના સાથે કાર્યક્રમનો આરંભ


એકતા ડાંગર દ્વારા પૃથ્વીવલ્લભ એકોક્તિ


'નવરસ': સુજાતા મહેતાનો પ્રશંસનીય સ્ટેજ પરફોર્મન્સ


સુજાતા મહેતાનો પ્રશંસનીય સ્ટેજ પરફોર્મન્સ








રાજુલ દીવાન દ્વારા એકોક્તિની રજૂઆત


પંકજ કક્કડ


સેજલ પોંદા


સેજલ પોંદા


સુભાષ ઠાકર