બેંગલુરુઃ કર્ણાટકમાં પાછલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે મહિલાઓને મફત બસયાત્રાનું ચૂંટણીવચન આપ્યું હતું. સરકારે શક્તિ ગેરન્ટી સ્કીમના નામથી યોજનાનો પ્રારંભ કર્યો છે. જોકે સરકાર પર આર્થિક બોજ ઘણો વધી ગયો છે. હવે સિદ્ધારમૈયા સરકારે બસના ભાડામાં 15 ટકા સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. હવે આ મામલે રાજકારણ પણ શરૂ થયું છે.
કર્ણાટક વિધાનસભામાં વિપક્ષના નેતા આર. અશોકે કહ્યું હતું કે ભાજપ શનિવારે આ નિર્ણયની વિરુદ્ધ રાજ્યવ્યાપી વિરોધ-પ્રદર્શન કરશે.
તેમણે કહ્યું હતું કે સરકારે પરિવહન વિભાગને રૂ. 4000 કરોડથી વધુ આપવાના છે અને તેમની પાસે પૈસા નથી. એટલે ભાડામાં વધારો કર્યો છે. પત્ની માટે મફત મુસાફરી છે, પણ પતિ માટે ભાડું બે ગણું છે. તે પંચની સરકાર માટે આવું કરી રહ્યા છે. ભાજપ આ માટે રાજ્યવ્યાપી આંદોલન કરશે, એમ તેમણે કહ્યું હતું.
હવે બસોના ભાડામાં વધારા પાછળનો હેતુ કર્ણાટકમાં બસ ભાડામાં 15 ટકાનો વધારો પ્રતિ મહિને રૂ. 74.85 કરોડ અને વાર્ષિક 784 કરોડની વધુ આવક થવાની અપેક્ષા છે. એનો હેતુ શક્તિ સ્કીમ માટે નાણાકીય બોજને ઓછો કરવાનો છે. ગયા વર્ષે શરૂ કરેલી આ યોજના પર સરકાર કમસે કમ રૂ. 417 કરોડ ખર્ચ કરે છે.ભાજપના વિધાનસભ્ય ધીરજ મુનિરાજુએ કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકાર પર લોકોને લૂંટવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું હતું કે આ સરકાર દ્વારા કોઈ ગિફ્ટ નથી આપવામાં આવી. તેઓ રૂ. 2000 આપીને શહેરી લોકો રૂ. 20,000 પરત લઈ રહી છે અને ગ્રામીણ લોકોથી રૂ. 5000-6000થી વધુ પરત લેવામાં આવી રહ્યા છે. તે લોકો લૂંટી રહ્યા છે. તેઓ મહિલાઓને બસમાં મફત યાત્રા કરાવી રહ્યા છે, પરંત પુરુષો માટે બે ગણાથી વધુ પૈસા વસૂલી રહ્યા છે. નવો ભાડાવધારો પાંચ જાન્યુઆરીથી લાગુ થશે.