2025નું નવું વર્ષ ઉજવનાર સૌપ્રથમ અને સૌથી છેલ્લો દેશ ક્યો?

વર્ષ 2025 શરૂ થવાની તૈયારી છે. આજે રાત્રે 12 વાગે 2024 વિદાય લેશે અને નવા વર્ષની શરૂઆત થશે. સમગ્ર વિશ્વમાં નવા વર્ષને આવકારવા માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. દરેક વ્યક્તિ પોતપોતાની રીતે નવા વર્ષને આવકારવા માટે થનગની રહ્યા છે. જુદા-જુદા ટાઈમ ઝોનને કારણે જુદા-જુદા દેશો જુદા-જુદા સમયે નવા વર્ષનું સ્વાગત કરે છે. એવા 41 દેશો છે જે ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે.

તમે પ્રથમ નવું વર્ષ ક્યાં ઉજવો છો?

વિશ્વમાં નવા વર્ષની ઉજવણી સૌપ્રથમ કિરીબાતી ટાપુમાં ઉજવવામાં આવે છે. તેને ક્રિસમસ આઇલેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનો સમય ભારત કરતાં 7.30 આગળ છે. એટલે કે જ્યારે ભારતમાં 3.30 છે, ત્યારે અહીં 12 વાગ્યા છે.ઓશેનિયા ક્ષેત્રના લોકો સૌથી પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. આ પૈકી ટોંગા, સમોઆ અને કિરીબાતી નવા વર્ષને આવકારનાર પ્રથમ દેશ છે. ટોંગાના પેસિફિક ટાપુ પર નવા વર્ષનો દિવસ પ્રથમ ઉગે છે. જેનો અર્થ છે કે તે નવા વર્ષની ઉજવણી કરવા માટેનું પ્રથમ સ્થાન છે.

એશિયન દેશોમાં, નવા વર્ષનું સૌપ્રથમ સ્વાગત જાપાન અને દક્ષિણ કોરિયામાં કરવામાં આવે છે. નવું વર્ષ અહીં 31મી ડિસેમ્બરે રાત્રે 8:30 વાગ્યે શરૂ થાય છે. US માઇનોર આઉટલાઇંગ આઇલેન્ડ્સમાં નવું વર્ષ છેલ્લે ઉજવવામાં આવે છે. ભારતીય સમય અનુસાર, 1 જાન્યુઆરીએ સાંજે 5:35 વાગ્યે ઉજવવામાં આવે છે.

ભારતનો સમય નવા વર્ષની શરૂઆત કયા દેશમાં થાય છે?
3.30  કિરીબાતી ટાપુ
3.45 ચથમ ટાપુઓ
4.30 ન્યુઝીલેન્ડ
5.30 ફિજી અને રશિયાના કેટલાક શહેરો
6.30 ઓસ્ટ્રેલિયાના ઘણા શહેરો
8.30 જાપાન, દક્ષિણ કોરિયા
8.45 પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
9.30 ચાઇના, ફિલિપાઇન્સ
10.30 ઇન્ડોનેશિયા

ભારત પહેલા 41 દેશો નવા વર્ષનું સ્વાગત કરે છે

વિશ્વભરમાં જુદા-જુદા સમય ઝોનને લીધે, ઘણા દેશો છે જે આ શ્રેણીમાં આવે છે. એવા 41 દેશો છે જે ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે. તેમાં કિરીબાતી, સમોઆ અને ટોંગા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, રશિયાના ભાગો, મ્યાનમાર, જાપાન અને ઇન્ડોનેશિયાનો સમાવેશ થાય છે.સમોઆ અને ટોંગા અને ચાથમ ટાપુઓ

આ પછી સમોઆ અને ટોંગા જેવાં અન્ય પેસિફિક ટાપુ દેશોમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. સમોઆ અને ટોંગામાં 31 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સાંજે 4:00 વાગ્યે નવું વર્ષ ઉજવવામાં આવશે. સમોઆ અને ટોંગા પછી, વિશ્વના વધુ ટાપુ દેશો નવા વર્ષનું સ્વાગત કરશે. ચેથમ ટાપુઓમાં 31 ડિસેમ્બરે (ભારતીય સમય મુજબ) સાંજે 4:45 વાગ્યે નવું વર્ષ ઉજવવામાં આવશે.ન્યુઝીલેન્ડ

ન્યુઝીલેન્ડમાં 31 ડિસેમ્બરે સાંજે 5:00 વાગ્યે (ભારતીય સમય મુજબ) નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. ન્યુઝીલેન્ડનો સમય મેઇનલેન્ડ કરતા 7 કલાક પાછળ છે અને તેથી જ્યારે ભારતમાં નવું વર્ષ આવશે ત્યારે ન્યુઝીલેન્ડમાં લોકો નવા વર્ષનું સ્વાગત કરી ચૂક્યા હશે.

અમેરિકામાં નવું વર્ષ ભારત કરતાં સાડા નવ કલાક મોડા છે

અમેરિકન સમય અનુસાર નવું વર્ષ 1 જાન્યુઆરીએ ભારતીય સમય અનુસાર સવારે 10:30 વાગ્યે આવશે. મતલબ કે જ્યારે ભારતમાં નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે અમેરિકામાં 2024ની છેલ્લી રાત હશે. અમેરિકામાં લોકો ટાઈમ ઝોન પ્રમાણે જુદા-જુદા સમયે નવા વર્ષની ઉજવણી કરે છે અને તે ભારતીય સમય અનુસાર 19 કલાક પછી અમેરિકા પહોંચે છે.